ડી.એમ.એસ.વી. જૈન બોર્ડિંગ – રાજકોટ ના નવનિર્મિત વોરા ભવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી

ડી.એમ.એસ.વી. જૈન બોર્ડિંગ – રાજકોટ ના નવનિર્મિત વોરા ભવન ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી રાજકોટ મુકામે બોર્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર ના હોલ માં 15મી ઓગસ્ટ 2016 ના રોજ ભવ્ય રીતે સંપન્ન થઈ. આ બોર્ડિંગ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ એન.વોરા તથા ટ્રસ્ટી શ્રી નિતિનભાઈ જે. વોરા ખાસ મુંબઈ થી પધારેલ, સૌપ્રથમ નવકારશી ત્યારબાદ ધ્વજવંદન ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્નાત્રપૂજા અને 10:30 વાગ્યે પ્રથમ વખત પેરેન્ટ્સ મીટનું આયોજન કરેલ અલગ-અલગ શહેરોથી 42 જેટલા વાલીઓની હાજરી થી આ પ્રસંગ દીપી ઉઠ્યો હતો.

આ પેરેન્ટ્સ મીટ નું સંપુર્ણ એન્કરીંગ રાજકોટ સ્થાનિક કમીટી ના જોઈન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ કિશોરચંદ્ર મહેતા એ ખુબ જ નિરાળા અંદાઝમાં કરેલ અને તમામ કમીટી મિત્રો તથા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ વસા પણ આ તકે ઉપસ્થિત રહેલ, દરેકે દરેક વાલી પાસેથી કમ્પલસરી તેમના સારા તથા નરસા અનુભવ માંગવામાં આવેલ અમોને જણાવતાં ખુબ જ હર્ષ અને ગૌરવ થાય છે કે એકપણ વાલી તરફથી ખરાબ ફીડબેક મળેલ ન હતો, લગભગ વાલીઓની આંખ માં આંસુ સાથે બોર્ડિંગ ના વ્યવસ્થાના તથા ભોજન વ્યવસ્થાના વખાણ કરેલ, આ ઢગલાબંધ ફીડબેક માંથી થોડા ફીડબેક અહીં રજુ કરીએ છીએ.
શ્રી રાજેશભાઈ શાહ – સુરેન્દ્રનગર: જે સુમિત ના પિતાશ્રી છે, તેઓ કહે છે કે ગત 4 વર્ષના મારા પુત્રએ આ બોર્ડિંગ માંથી જે કઈ મેળવ્યું છે તેનો ઉપકાર અમો જીવન પર્યન્ત ભૂલી શકીશું નહીં, સુમિત ના મમ્મી રડતાં-રડતાં કહેતા હતા કે સુમિત અમારી વાત માને કે ન માને પણ બોર્ડિંગ ના કમીટી મેમ્બર્સ જે કહે તે 100% કરે જ.

શ્રી પંકજભાઈ મહેતા – જામનગરઃ “અમારો યશ પહેલા તો 8 દિવસ માં જ બોર્ડિંગ છોડી પરત આવી ગયેલ, તેને સમજાવી ફરીથી બોર્ડિંગે મૂકી ગયેલ જયારે આજે પરિસ્થિતિ એવી છે કે રજાના દિવસોમાં પણ એને ઘેર આવવું નથી. અને ફક્ત રાજકોટ બોર્ડિંગ માં જ રહેવું છે.”

આવા તો ઘણા બધા વાલીઓના પોઝીટીવ અભિપ્રાયો મળેલ છે,

શ્રી ભાવેશભાઈએ આપણી બોર્ડિંગ ની ઓફિસિયલ વેબસાઈટ www.dmsv.in નું લોન્ચિંગ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ વોરા પાસે કરાવ્યું

આ બોર્ડિંગ ને સંપૂર્ણ પણે કોમ્પ્યુટરાઇઝડ કરવા માટેનો સોફ્ટવેર પણ ખુબ જ આધુનિક તથા માહિતી સભર બનાવવામાં આવ્યો છે, જેનું ઓપનીંગ પણ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ વોરા પાસે કરાવ્યું, આ સોફ્ટવેર તૈયાર કરવામાં શ્રી ભાવેશભાઈ મહેતાએ ખુબ જ મહેનત લીધી છે, દિવાળી સુધીમાં આ સોફ્ટવેર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.

અંતમાં જે વિદ્યાર્થીઓનું આ છેલ્લું વર્ષ છે, તેવા 12 વિદ્યાર્થીઓ એ પોતાનું વક્તવ્ય આપી અમારી પણ આખો ભીંજવી નાખી

એ લોકો પોતાના વિદ્યાર્થીકાળના આ દિવસોને ક્યારેય વિસરી નહીં જ શકે. બોર્ડિંગના સેક્રેટરી શ્રી હરેશ ભાયાણી , જોઈન્ટ સેક્રેટરી શ્રી ભાવેશ મહેતા, કમીટી ના તમામ સભ્યો તેમજ બોર્ડિંગ ના સ્ટાફ અને કેટરીંગ ના સ્ટાફ નું વિદ્યાર્થીઓએ ઉભા થઈને તાળીઓના ગડગડાટ થી આભાર માન્યો, અંત માં ભોજન લઈ સૌ હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યાં

dscn3623dscn3601dscn3593dscn3587dscn3652dscn3657dscn3721dscn3726dscn3727dscn3744dscn3745dscn3747dscn3754dscn3766dscn3782dscn3807dscn3819

Leave a Reply